હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં તેમનું અનુમાન છે કે, હાલ વાદળછાયું વાતાવરણ થવાની શકયતા છે અને 24, 25 તારીખે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ આવવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, માર્ચ અંતમાં પશ્ચિમ વિક્ષેપના લીધે કેટલાક ભાગમાં કમોસમી વરસાદની શક્યતા છે અને 4 થી 8 એપ્રિલમાં ભારે પવન સાથે હવામાનમાં પલટો આવશે અને 26 માર્ચથી ગુજરાતના મોટા ભાગમાં પવ ની ગતિ વધશે અને કમોસમી વરસાદની શકયતા રહેલી છે.