રાજ્યની 32230 શાળાઓના અંદાજે 38.50 લાખ જેટલા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનની સાથે સપ્તાહમાં એક વખત અપાતી સુખડી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ફિટ ઇન્ડિયાના નામે તેલની માત્રા ઓછું કરવાનું કારણ ધરી માત્ર બે જ વર્ષમાં સુખડી યોજનાનુ શટર પાડી દેવાયું છે. આ સાથે ભોજન ઉપરાંત અપાતા નાસ્તાના મેનૂમાં પણ મોટો ફેરફાર કરાયો છે. અત્યાર સુધી નાસ્તામાં ચણા ચાટ અને શ્રી અન્ન મિલેટ સુખડી અપાતી હતી. જેના બદલે હવે મગચાટ, વેજિટેબલ પૌંવા, મિક્ષ કઠોળ ચાટ, શ્રી અન્ન મિલેટ સુખડી અને વેજિટેબલ ઉપમા આપવામાં આવશે.