ઇરાનના મશહદ એરપોર્ટ પર મહાન એરલાઇન્સના એક વિમાન પર અમેરિકાએ એરસ્ટ્રાઇક કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ વિમાન 1 એપ્રિલના રોજ દિલ્હી માટે રાહત સામગ્રી લેવા આવવાનું હતું, પરંતુ ઉડાન ભરે તે પહેલાં જ હુમલો થતાં તેને નુકસાન થયું હતું. આ ઘટનાને ઇરાને માનવતાવાદી સહાય પર થયેલો હુમલો ગણાવ્યો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવ વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.