ઊંઝા ગંજબજાર કે જે મસાલાના વેપારનું મુખ્ય કેન્દ્ર છે.ત્યાં અત્યારે જીરાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.છેલ્લા એક અઠવાડિયામાં જ ભાવમાં નોંધપાત્ર ગાબડું પડ્યું છે.ઊંઝા માર્કેટ યાર્ડમાં હાલ પ્રતિદિન 17 થી 18 હજાર બોરી જીરાની આવક થઈ રહી છે.જોકે, તેની સામે ભાવમાં ભયંકર મંદીનો માહોલ છે.એક જ અઠવાડિયામાં 20 કિલો દીઠ 150 થી 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.અગાઉ 4000 થી 4100 ના ભાવે વેચાતું જીરું અત્યારે 3800 થી 3900 ના સ્તરે પહોંચ્યું છે. વેપારીઓના જણાવ્યા અનુસાર વૈશ્વિક યુદ્ધની સ્થિતિને કારણે એક્સપોર્ટ બંધ જેવું છે અને સ્થાનિક ગરાકી પણ નહિવત હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે.હાલમાં ખેડૂતો અને વેપારીઓને 20 કિલોએ 200 થી 250 રૂપિયા જેટલું મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.17 હજાર બોરીની આવક સામે માત્ર 8 હજાર બોરીનો જ વેપાર થઈ રહ્યો છે જ્યારે બાકીનો માલ વખારોમાં પડ્યો છે.




































































































































































