ગુજરાતવાસીઓને હવે કાળઝાળ ગરમીમાંથી ટૂંક સમયમાં રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે. ખાસ કરીને 18થી 23 મે દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનતાં વાતાવરણમાં પલટો આવશે. આ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળશે. હવામાનમાં બદલાવને લઈને ખેડૂતો અને સામાન્ય લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.