આગામી ચોમાસાને પગલે જામનગરના દરિયામાં માછીમારી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી પહેલી જૂનથી 31 જુલાઈ સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. ખરાબ હવામાન અને માછીમારોની સુરક્ષાને લઈને તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.દરિયા કે ક્રીક વિસ્તારમાં જવા પર સદંતર મનાઈ ફરમાવાઈ છે. સરકારી તંત્ર દ્વારા જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરવા આદેશ કરાયો છે.ચોમાસાની ઋતુના સંભવિત જોખમોને ધ્યાને રાખીને મોટું પગલું લેવાયું છે.