પશ્ચિમ રેલવેના વડોદરા સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ અને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગની કામગીરીને પગલે 21મી જૂનથી 8મી જુલાઈ, 2026 દરમિયાન 18 દિવસનો મેજર બ્લોક લેવામાં આવ્યો છે. આ કામગીરીને કારણે અમદાવાદથી વડોદરા વચ્ચે દોડતી ચાર ઇન્ટરસિટી અને આઠ મેમુ ટ્રેનોના સંચાલનને અસર પહોંચશે. આ સમયગાળા દરમિયાન અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી (19035-36), જામનગર-વડોદરા ઇન્ટરસિટી (22959-60) અને વટવા-વડોદરા મેમુ ટ્રેનો વડોદરાના બદલે માત્ર બાજવા સ્ટેશન સુધી જ દોડશે અને ત્યાંથી જ પરત ફરશે, એટલે કે બાજવા અને વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. આ ઉપરાંત, વડોદરા-વટવા મેમુ ટ્રેન (59469) વડોદરા સ્ટેશનના બદલે પ્રતાપનગર સ્ટેશનથી સવારે 05:40 કલાકે ઉપડશે.




























































































































































































