મહારાષ્ટ્રમાં પરિવહન વ્યવસ્થાને લઈને રાજ્યના પરિવહન મંત્રી Pratap Sarnaik દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ રાજ્યમાં રીક્ષા અથવા ટેક્સી ચલાવવા માટે મરાઠી ભાષાનું જ્ઞાન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. 1 મે 2026થી અમલમાં આવનારા આ નિયમ હેઠળ તમામ ડ્રાયવરોને મરાઠી ભાષાની પરીક્ષા પાસ કરવી પડશે, નહીં તો તેમના લાયસન્સ રદ કરવામાં આવશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ડ્રાયવર કે વાહન માલિક બંને મરાઠી ભાષા બોલી, લખી અને વાંચી શકે તે જરૂરી રહેશે, જેથી મુસાફરો સાથે સંવાદ સરળ બને અને સ્થાનિક ભાષાને પ્રોત્સાહન મળે.




































































































































































