રખડતા શ્વાન મુદ્દે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. ડોગ લવર્સની તમામ અરજીઓ કોર્ટે રદ કરી છે. સાર્વજનિક સ્થળોએથી શ્વાનને હટાવવામાં આવશે. સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2025નો આદેશ યથાવત રાખ્યો છે. કોર્ટે કહ્યું હતું કે, રખડતા શ્વાનના હુમલા બાળકો, વૃદ્ધો માટે ગંભીર છે. આ શ્વાન વિદેશી પર્યટકોને પણ બચકાં ભરે છે.કડવા સત્ય સામે આંખો બંધ ન કરી શકાય.સુપ્રીમે આપેલા નિર્દેશોના પાલનમાં ગંભીર ખામીઓ સામે આવી છે. સુપ્રીમ કોર્ટે બંધારણના અનુચ્છેદ 21નો હવાલો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, જિંદગી અને આઝાદીનો અધિકાર દરેક નાગરિકને છે. કોઈપણ રાજ્ય મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે.માનવ જીવન સામેના આવા ખતરાને રોકી શકાય છે.




































































































































































