અહેવાલો મુજબ પ્રથમ 6.9ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાયા બાદ થોડા જ સમયમાં 4.3ની તીવ્રતાનો વધુ એક આંચકો અનુભવાયો હતો. ઉપરાછાપરી આવેલા બે ભૂકંપના આંચકાઓથી લોકો ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા, જેના કારણે અનેક વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને Aomori Prefecture વિસ્તારમાં ભારે નુકસાનના અહેવાલો સામે આવ્યા છે, જ્યાં અનેક ઇમારતો અને માળખાંને નુકસાન પહોંચ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા નુકસાનનું મૂલ્યાંકન અને રાહત-બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.




























































































































































































