અત્યાર સુધીમાં 465માંથી 310થી વધુ બેઠકો જીતી, પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા
જાપાનના રાજકીય ઈતિહાસમાં રવિવાર દિવસ ખૂબ મહત્વપૂર્ણ હતો. વડાપ્રધાન સનાએ તાકાઈચીના નેતૃત્વ હેઠળના ગઠબંધને ‘વિન્ટર સ્નેપ પોલ’માં પ્રચંડ બહુમતી સાથે ઐતિહાસિક જીત મેળવી છે. બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ‘આયર્ન લેડી’ માર્ગારેટ થેચરથી પ્રેરિત તાકાઈચી જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન છે. ચૂંટણી પરિણામોમાં તેમની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મતદાન પૂર્ણ થયાના માત્ર બે જ કલાકમાં સત્તાધારી પક્ષ LDPએ નીચલા ગૃહની 465 બેઠકોમાંથી બહુમતી માટે જરૂરી 233નો આંકડો એકલા હાથે પાર કરી લીધો. આ જીતને જાપાનના ઈતિહાસમાં LDP પાર્ટીના અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનમાંનું એક માનવામાં આવી રહ્યું છે.
































































