સુરતની ગોડાદરા પોલીસે એક ગુપ્ત બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સ બનાવતા કારખાનાને ઝડપી પાડ્યું છે. પોલીસને ફરિયાદ મળી હતી કે ગોડાદરા વિસ્તારમાંથી ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા નકલી બ્યુટી પ્રોડક્ટ્સનું મોટાપાયે વેચાણ થઈ રહ્યું છે.

આ બાતમીના આધારે પોલીસે ગોડાદરા સ્થિત મણિભદ્ર કેમ્પસની એક દુકાનમાં ઓચિંતા દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસને ત્યાંથી નામચીન બ્રાન્ડની ડુપ્લિકેટ ક્રીમ અને અન્ય સૌંદર્ય પ્રસાધનો બનાવવાની સામગ્રી મળી આવી હતી. પોલીસે લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કારખાનાના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *