સુરેન્દ્રનગર જિલ્લામાં “PM-RAHAT” યોજનાની અમલવારી અંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી બી.એ.પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. માર્ગ અકસ્માતના કિસ્સામાં ‘ગોલ્ડન અવર’માં ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી અમલી બનાવાયેલી “પ્રાઇમ મિનિસ્ટર રોડ એક્સિડેન્ટ વિક્ટીમ્સ હોસ્પિટલાઇઝેશન એન્ડ એશ્યોર્ડ ટ્રીટમેન્ટ સ્કીમ PM-RAHAT”ના સુચારુ અમલીકરણ માટે સુરેન્દ્રનગર જિલ્લા નિવાસી અધિક કલેક્ટર બી.એ.પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.







































































































