અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ચિંતા વધારતો મોટો નિર્ણય લીધો છે. 1 ઓગસ્ટ, 2028થી અમેરિકામાં આયાત થતી જેનરિક દવાઓ પર 100%થી 200% સુધી ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ પગલાનો હેતુ જેનરિક દવાઓનું ઉત્પાદન અમેરિકામાં જ શરૂ કરવાનો છે. ‘ફાર્મસી ઑફ ધ વર્લ્ડ’ ગણાતા ભારતના ફાર્મા ઉદ્યોગ પર તેની ગંભીર અસર પડશે, કારણ કે અમેરિકા ભારતીય ફાર્મા કંપનીઓ માટે સૌથી મોટું બજાર છે.































































































































































































