હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનું જોર નોંધપાત્ર રીતે વધવાની શક્યતા છે. રાજ્ય પર એકસાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય બનતાં 30 જુલાઈથી ભારેથી અતિભારે વરસાદનો વધુ એક તીવ્ર રાઉન્ડ શરૂ થઈ શકે છે. અપર એર સર્ક્યુલેશન, બે સક્રિય મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના સંયુક્ત પ્રભાવથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.






































































































































































































