નર્મદા જિલ્લામાં સારા વરસાદ બાદ ડેડિયાપાડા-સાગબારા વિસ્તારનો પ્રખ્યાત નિનાઈ ધોધ ફરી એકવાર સક્રિય બન્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં આશરે 60 ટકા વરસાદ નોંધાતા જંગલ વચ્ચે આવેલા નિનાઈ ધોધના મનમોહક દૃશ્યો સર્જાયા છે. કુદરતી સૌંદર્યનો આનંદ માણવા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે નર્મદાના અનેક નદી-નાળા અને ધોધોમાં પણ પાણીની આવક વધતાં સમગ્ર પંથક હરિયાળીની લીલીછમ ચાદરથી ઢંકાઈ ગયો છે.







































































































































































































