હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 48 કલાકમાં ઉત્તર ભારતમાં વાતાવરણમાં પલટો આવશે. ભારે ગાજવીજ અને કરા સાથે વરસાદની સંભાવનાઓ છે. સાતમી અને આઠમી એપ્રિલે ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે. કચ્છ સહિત ઉત્તર ગુજરાતના ભાગોમાં અસર થશે. રાજ્યમાં 12મી એપ્રિલથી ગરમીમાં વધારો થશે. 15 એપ્રિલથી ભીષણ ગરમી પડશે. રાજ્યમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી પહોચી શકે છે. ગરમી વધતા લૂની અસર જોવા મળશે.અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સાબરકાંઠા, હિંમતનગર, વડોદરા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, અમદાવાદ,ગાંધીનગર, મહીસાગર, અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતાઓ છે.







































































































