ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરોધાકોર રહેતા ઓછા વરસાદને લઈને ચિંતા વધી છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં વરસાદની ઘટ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદની જરૂરિયાતને જોતા કૃત્રિમ વરસાદનો વિકલ્પ ચર્ચામાં આવ્યો છે. દ્વારકા અને કચ્છ જેવા જિલ્લાઓમાં કૃત્રિમ વરસાદની આવશ્યકતા ઉભી થઈ શકે છે. જોકે કૃત્રિમ વરસાદ માટે વાદળોની ઉપલબ્ધતા, હવામાં ભેજ, પવનની ગતિ સહિતના વિવિધ પરિબળો અનુકૂળ હોવા જરૂરી છે. યોગ્ય હવામાન પ્રણાલી અને જરૂરી પરિબળો ઉપલબ્ધ હોય ત્યારે જ કૃત્રિમ વરસાદની પ્રક્રિયા હાથ ધરી શકાય છે.


































































































































































































































