પાટણના હારીજ નજીક આવેલી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે યુવકોના કરૂણ મોત નીપજ્યાની ગંભીર ઘટના સામે આવી છે. કુરેજા ગામ નજીક કેનાલના કિનારે પોતાની રિક્ષા મૂકીને બંને મિત્રો ન્હાવા માટે પડ્યા હતા. આ દરમિયાન એક યુવક પાણીના ઊંડા પ્રવાહમાં ડૂબવા લાગતાં, તેને બચાવવા ગયેલો બીજો મિત્ર પણ કેનાલમાં ડૂબી ગયો હતો. ફાયર ટીમે કલાકોની જહમત બાદ હરેશભાઈ શંકરભાઈ (ઉં.વ. 27, રહે. ભલગામ) અને ઠાકોર સંજયભાઈ અમરસંગ (ઉં.વ. 24, રહે. કુણઘેર)ના મૃતદેહો બહાર કાઢ્યા હતા.