વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 8મી સપ્ટેમ્બરે નવસારીના પ્રવાસે આવી રહ્યા છે, જેને લઈ અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પોતાના આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી નવસારી ખાતે નવનિર્મિત ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કરશે. દેશમાં સૌપ્રથમ વાર પી.એમ. મોદી દ્વારા કોઈ ‘કમલમ’ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું હોવાથી આ કાર્યક્રમને લઈને કાર્યકરો અને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


































































































































































































































