ગુજરાતમાં જાહેર અન્ન વિતરણ વ્યવસ્થા ભારે વિવાદોના ઘેરામાં આવી છે. લોકસભામાં રજૂ કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં છેલ્લા 5 વર્ષ દરમિયાન 5.87 લાખ રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે. માત્ર એક જ વર્ષના ગાળામાં 43.83 લાખ જેટલા ગરીબ લાભાર્થીઓ ઘટતા કેન્દ્રીય અન્ન સબસિડીમાં 611 કરોડ રૂપિયાનો મોટો કાપ મુકાયો છે. આટલી મોટી સંખ્યામાં ગરીબ અને જરૂરિયાતમંદ લાભાર્થીઓ યાદીમાંથી બહાર થઈ જતાં અન્ન વિતરણ સિસ્ટમ સામે ગંભીર સવાલો ઊભા થયા છે