પૂરના કારણે 13 હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ સંપૂર્ણપણે તબાહ થઈ ગયા છે, જ્યારે પ્રોજેક્ટમાં કામ કરતા આશરે 933 કામદારો ગુમ થયા હોવાની માહિતી સામે આવી છે. ગુમ થયેલા કામદારોમાંથી 254 લોકોને બચાવી લેવાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જોકે હજુ પણ અનેક લોકો સુરંગોમાં ફસાયેલા હોવાની આશંકા છે. ઉપલા ત્રિશુલી-1 હાઇડ્રોપાવર પ્રોજેક્ટના 576 કામદારો હજુ ગુમ હોવાની માહિતી છે. બીજી તરફ, ચીનની સીમા પાસે તિબેટ તરફ આશરે 400 ભારતીયો સલામત હોવાના અહેવાલથી રાહત મળી છે.


































































































































































































































