હલકી ગુણવત્તાના ઈંધણ અને ભેળસેળની ફરિયાદો બાદ સરકારે દેશભરમાં ઝુંબેશ શરૂ કરી છે. 18 રાજ્યોમાં ક્લોરાઇડ કન્ટેમિનેશનના અહેવાલ સામે આવ્યા બાદ 2,573 પેટ્રોલ પંપો પર વેચાણ અટકાવાયું છે. ભેળસેળયુક્ત ઈંધણથી વાહનોના એન્જિન ખરાબ થવાની ફરિયાદો વચ્ચે સરકારની કાર્યવાહીથી પેટ્રોલ પંપ સંચાલકોમાં પણ દોડધામ મચી છે.





































































































































































































































































