ગાંધીનગરના દહેગામમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ, લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારો વરસાદ રાહતરૂપ બન્યો છે. વરસાદથી સુકાઈ રહેલા ખેતી પાકને પાણી મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.





























































































































































































































































