સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UN) દ્વારા વિશ્વના નવા અને વધુ સચોટ નકશા ‘ઈક્વલ અર્થ’ (Equal Earth) ને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. આ નવા નકશામાં પૃથ્વી પર આવેલા વિવિધ ખંડોનું કદ તેમની વાસ્તવિક ભૌગોલિક સ્થિતિ અને ક્ષેત્રફળ મુજબ દર્શાવવામાં આવ્યું છે. આ પ્રસ્તાવના સમર્થનમાં ૧૬૪ દેશોએ મતદાન કર્યું હતું, જ્યારે અમેરિકા એકમાત્ર એવો દેશ હતો જેણે તેનો વિરોધ કર્યો હતો.
નવા નકશા મુજબ આફ્રિકા ખંડ પહેલાં કરતાં ઘણો મોટો દેખાશે, જ્યારે યુરોપ અને ઉત્તર અમેરિકાનો આકાર નાનો થશે. અગાઉ ૧૫૬૯ થી ચાલતા મર્કેટર પ્રોજેક્શન વાળા નકશામાં ધ્રુવીય વિસ્તારો જરૂર કરતાં મોટા દેખાતા હતા, જેના કારણે વાસ્તવિકતામાં આફ્રિકા કરતાં ૧૪ ગણું નાનું ગ્રીનલેન્ડ નકશામાં તેના સરખા કદનું જણાતું હતું. નવા ‘ઈક્વલ અર્થ’ પ્રોજેક્શનથી વિશ્વના દરેક ભાગો અને ભારત-આફ્રિકા જેવા ખંડોનું સાચું ભૌગોલિક કદ દુનિયા સામે આવશે.





























































































































































































































































