આણંદ જિલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સલામત, સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તેવા શુભ હેતુથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, આણંદ દ્વારા જિલ્લાની વિવિધ હોસ્ટેલ તથા કેન્ટીનમાં સઘન તપાસ માટે સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત છેલ્લા એક અઠવાડિયા દરમિયાન જિલ્લાની કુલ ૩૮ હોસ્ટેલ અને કેન્ટીનનું આકસ્મિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક ક્ષતિઓ અને ખામીઓ જણાઈ આવતા ૧૧ હોસ્ટેલ અને કેન્ટીનને સુધારા નોટીસ આપવામાં આવી





























































































































































































































































