બનાસકાંઠાથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. દારૂ ભરીને લઈ જતી એક પૂરપાટ દોડતી કાર ઝાડ સાથે ભટકાતાં બે લોકોના મોત નીપજ્યા છે. આ અકસ્માત થરાદના પીલૂડા અને કરબૂણ ગામ વચ્ચે સર્જાયો હતો. જ્યાં દારૂ લઇને જતી એક મોંઘી કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતને પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.