તેજસ વિમાનની બ્રેક ફેલ, રનવે પરથી આગળ નીકળી ગયું:લેન્ડિંગ દરમિયાન અકસ્માત, પાઇલટ સુરક્ષિત; સેનાએ તમામ 30 વિમાન ગ્રાઉન્ડ કર્યા

ભારતીય વાયુસેનાનું એક તેજસ લડાયક વિમાન આ મહિનાની શરૂઆતમાં દુર્ઘટનાનો ભોગ બન્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ, 7 ફેબ્રુઆરીના રોજ એક તાલીમ ઉડાન ભરીને પરત ફરી રહેલું આ વિમાન શંકાસ્પદ બ્રેક ફેલ થવાને કારણે રનવે પરથી આગળ નીકળી ગયું હતું. આ ઘટનામાં વિમાનના માળખાને ભારે નુકસાન પહોંચ્યું છે, જોકે રાહતની વાત એ છે કે પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળી શક્યા હતા.