ડાયરેક્ટર આદિત્ય ઘરની કમાલની ફિલ્મ ‘ધુરંધરઃ ધ રિવેન્જ’ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. લગભગ ત્રણ મહિના પછી મેકર્સે ‘ધુરંધર’ ફિલ્મની સીક્વલ ‘ધુરંધર 2’ નું ટ્રેલર રિલીઝ કરી દીધું છે. ટ્રેલરમાં સંજય દત્ત, રણવીર સિંહ અને અર્જુન રામપાલની સાથે દમદાર કહાનીની ઝલક જોવા મળી રહી છે. જોકે ટ્રેલર જોતાં એવું લાગી રહ્યું છે કે ‘ધુરંધર 2’ અનેક મૂવીના રેકોર્ડ તોડી શકે છે. ફિલ્મના ટ્રેલરમાં રણવીર સિંહ એકદમ દમદાર રોલમાં જોવા મળી રહ્યો છે.