વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવના કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં ઓઈલના જહાજો ફસાયા છે, જેનાથી સર્જાયેલી તેલની અછત વચ્ચે ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. હવે દેશમાં વાહનો પેટ્રોલની સાથે દારૂ (આલ્કોહોલ/ઈથેનોલ) થી પણ દોડશે. E20 (20 ટકા ઈથેનોલ) ની સફળતા બાદ હવે સરકાર જલ્દી જ E85 (85 ટકા ઈથેનોલ) ફ્યુઅલ લાવવાની તૈયારી કરી રહી છે. આના માટે કારના એન્જિનમાં થોડા ફેરફાર કરવા પડશે અને થોડા જ વર્ષોમાં આ નવી ‘ફ્લેક્સ ફ્યુઅલ’ ટેકનોલોજી વાળી કાર રસ્તાઓ પર જોવા મળશે.
































































































































