એપ્રિલ માસ ગુજરાત અને અમદાવાદ માટે અસહ્ય ગરમ મહિનો રહ્યો છે. જેમાં તાપમાન 40 થી 45 ડિગ્રી સુધી પહોંચી રહ્યું હતું.આ માસમાં ગુજરાતમાં હીટ રિલેટેડ 1831 કેસ ઈમરજન્સી સેવા 108 માં નોંધાયા હતા.જેમાં ખૂબ જ વધારે કહી શકાય તેમ 84 લોકોને હીટ સ્ટ્રોકની અસર વર્તાતા તેઓને હોસ્પિટલાઈઝ કરવા પડ્યા હતા.જેમાંથી 11 કેસો અમદાવાદના છે.ગુજરાતમાં ગરમી દિમાગમાં ચઢી જવાના ત્રણ, ડિહાઈડ્રેશનના 46, ભારે તાવના 1569, પેટમાં અસહ્ય દુઃખાવાના 36 બેભાન થઈ જવાના 16 અને ઝાડા-ઉલટીના 76 કેસ નોંધાયા હતા