ગરમીથી રાહતગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અરવલ્લીના મોડાસા, ભિલોડા, શામળાજી અને મહીસાગરના લુણાવાડા સહિતના પંથકોમાં ગાજવીજ અને તેજ પવન સાથે પ્રી-મોન્સૂન વરસાદ તૂટી પડ્યો છે. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટમાંથી મોટી રાહત મળી છે, જોકે પવનના કારણે કેટલાક સ્થળોએ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ ઉત્તર ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદનું યેલો એલર્ટ જાહેર કર્યું છે.





























































































































































































