મોંઘવારી વચ્ચે કેન્દ્ર સરકારે વિટામિન D3, કેલ્શિયમ સહિત 30 જેટલી આવશ્યક દવાઓના નવા ભાવ નક્કી કર્યા છે. આ નિર્ણયથી દર્દીઓને જરૂરી દવાઓ હવે વધુ સસ્તા દરે ઉપલબ્ધ થશે.
નવી કિંમતો મુજબ કેલ્શિયમ અને વિટામિન આધારિત દવાની કિંમત પ્રતિ ટેબલેટ ₹19.78 નક્કી કરવામાં આવી છે. ઉપરાંત, દુખાવો અને સોજો ઘટાડવા માટે વપરાતી કેટલીક મહત્વપૂર્ણ દવાઓના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.
સરકારના આ પગલાથી દર્દીઓ અને તેમના પરિવારજનોને સારવારના ખર્ચમાં રાહત મળવાની આશા છે.




































































































































































