બોસ્ટનની એક કોર્ટે નવા H-1B આવેદનો પર 1 લાખ ડૉલરના વધારાની ફી લગાવવાની યોજનાને ગેરકાયદે જાહેર કરીને રદ કરી છે.. કોર્ટે કહ્યું છે કે, સરકાર પાસે આટલી મોટી ફી ઉઘરાવવાનો અધિકાર નથી.. ટ્રમ્પે H-1B વિઝા પર નવી અરજી સામે 1 લાખ ડૉલર એટલે કે આશરે 96 લાખ રૂપિયા વધારાના વસુલવાની પેરવી કરી હતી.. ટ્રમ્પે ગયા વર્ષે ઈમિગ્રેશન નિયમોને કડક કરતાં H-1B વિઝાની ફીમાં વધારાનો પ્રસ્તાવ મુક્યો હતો.જો આ યોજના લાગુ થાત તો H-1B વિઝા માટે ભારે પૈસા ભરવા પડત. H-1B વિઝાનો ઉપયોગ અમેરિકી કંપનીઓ બીજા દેશોના સ્કિલ્ડ પ્રોફેશનલ્સ, ખાસ કરીને ટેક્નોલોજી સેક્ટરના પ્રોફેશનલ્સની નિમણૂક માટે કરે છે. H-1B વિઝાનો સૌથી વધુ લાભ… ભારતીય આઈટી પ્રોફેશનલ્સને મળતો આવ્યો છે.











































































































































































