વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નવસારીમાં નવનિર્મિત જિલ્લા ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’નું ઉદઘાટન કરશે. આશરે રૂ.10 કરોડના ખર્ચે તૈયાર કરાયેલું આ કાર્યાલય દેશનું પ્રથમ AIથી સજ્જ ભાજપ કાર્યાલય હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઉદઘાટન બાદ PM મોદી 5 હજારથી વધુ બુદ્ધિજીવીઓ સાથે સંવાદ કરશે, જેમાં ડોક્ટર, એન્જિનિયર, શિક્ષકો સહિત વિવિધ ક્ષેત્રના લોકો અને ભાજપના કાર્યકરો સાથે પણ સંવાદ યોજાશે.