દક્ષિણ ગુજરાતની જનતા પર મોંઘવારીનો વધુ એક મોટો માર પડ્યો છે,કારણ કે વીજળીના યુનિટદીઠ સરેરાશ 40થી 50 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.જેનો અમલ આગામી 1 જુલાઈથી કરવામાં આવશે.આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા અને ગેસના ભાવમાં થયેલા વધારાને કારણે લેવાયેલા આ નિર્ણય અંતર્ગત ઇતિહાસમાં પ્રથમ વખત EPPASમાં 3.99 ટકા જેટલો વેરિયેબલ ચાર્જ દાખલ કરવામાં આવ્યો છે.જેની સીધી અસર ખેતી ક્ષેત્ર સિવાયના વીજળીના તમામ વર્ગના ગ્રાહકો પર પડશે.