જેના કારણે અંદાજે 1.58 કરોડ પરિવારનું રાશન બંધ થવાની સંભાવના છે. પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (PDS) ના ડેટાબેઝને વધુ પારદર્શક બનાવવા માટે આ વિશેષ કવાયત શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી હેઠળ લાંબા સમયથી નિષ્ક્રિય રહેલા કાર્ડધારકો તેમજ ડુપ્લિકેટ અને અન્ય સ્થળે સ્થળાંતરિત થઈ ચૂકેલા બિનજરૂરી લાભાર્થીઓને સરકારી યાદીમાંથી દૂર કરવામાં આવશે. તંત્ર દ્વારા વિગતવાર માહિતીની ચકાસણી કર્યા બાદ જ આ અંગે આગળની સત્તાવાર કાર્યવાહી અમલમાં મૂકવામાં આવશે.