સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે, કારણ કે RBI દ્વારા વ્યાજદરમાં ૨૫ પોઇન્ટનો વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી દેશનો રેપો રેટ 5.25 ટકાથી વધીને 5.50 ટકા થઈ ગયો છે.રેપો રેટમાં આ વધારાના કારણે તમામ પ્રકારની કાર લોન અને હોમ લોન મોંઘી બનશે,જેનાથી નવા તેમજ જૂના લોનધારકો પર ઇએમઆઈ (EMI)નું ભારણ વધતા તેમની મુશ્કેલીઓમાં વધારો થશે.


































































































































































































































































