28 માર્ચથી 2 એપ્રિલ સુધી ગુજરાતના અમુક ભાગોમાં વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં તેમનું અનુમાન છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતના હવામાનમાં પલટો આવાની શક્યતા છે. ખેડૂત લોકોને વાતાવરણ જોઈ ખેતરમાં ખેતી કરવી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, માર્કેટયાર્ડમાં માલ લઈ જતા હવામાન જોવું સારું રહે અને 26 માર્ચ બાદ પણ પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા છે અને 28 માર્ચ થી 2 એપ્રિલ સુધી ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે, ગુજરાતના ઉતરના ભાગોમાં ભારે પવન અને ભારે વરસાદની શક્યતા છે, જેટ ધારાની સપોર્ટ મળે આરબ સાગર થી ભેજ ખેંચવાની શક્યતા છે.







































































































