પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી ભડકો થયો છે. પેટ્રોલમાં લીટરે 2.61 રૂપિયાનો વધારો જ્યારે ડિઝલમાં લિટરે 2.71 રૂપિયાનો વધારો થયો છે. 10 દિવસમાં પેટ્રોલમાં રૂ.7.52નો વધારો અને ડીઝલમાં 10 દિવસમાં રૂ.7.63નો વધારો થયો છે.પેટ્રોલની કિંમતો રૂ.100ને પાર થઈ છે.ડીઝલની કિંમતો રૂ.96ને પાર થઈ છે.

ગુજરાતના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવની વાત કરીએ તો સુરતમાં ઈંધણના ભાવમાં તોતિંગ વધારો થયો છે. પેટ્રોલ પ્રતિ લિટર 2.60 રૂપિયા મોંઘું થયું છે. પેટ્રોલનો નવો ભાવ 99.27 રૂપિયા પ્રતિ લિટર થયો છે. ડીઝલના ભાવમાં લિટરે 2.79 રુ.નો વધારો થયો છે. ડીઝલનો નવો ભાવ 95.19 રુ. પ્રતિ લિટર છે. વડોદરામાં પેટ્રોલમાં રૂ.2.60નો વધારો થયો છે. જ્યારે નવો ભાવ 101.47 રૂપિયે લીટર થયો છે. ડીઝલના ભાવમાં કોઈ વધારો કરાયો નથી. હાલનો ડીઝલનો ભાવ 94.78 રૂપિયે લીટર છે. અમદાવાદમાં પેટ્રોલ 101.38 પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 97.92 પ્રતિ લીટર થયો છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ 101.65 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ નવો ભાવ 98.12 રૂપિયા પ્રતિ લીટર થયો છે.