બોલિવૂડમાંથી એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. હિન્દી સિનેમાની ચર્ચિત ફ્રેન્ચાઇઝી ‘ડોન 3’ને લઈને ચાલી રહેલા ગંભીર વિવાદ વચ્ચે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE) દ્વારા અભિનેતા રણવીર સિંહ પર સત્તાવાર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ડિરેક્ટર ફરહાન અખ્તર અને પ્રોડ્યુસર રિતેશ સિધવાનીની કંપની ‘એક્સેલ એન્ટરટેઇનમેન્ટ’ની ફરિયાદ બાદ સોમવારે 25મેના રોજ FWICEએ અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને રણવીર સિંહ પર પ્રતિબંધની જાહેરાત કરી છે.

રણવીર સિંહ વિરુદ્ધ ફેડરેશનનો આકરો નિર્ણય

ફેડરેશને રણવીર સિંહ વિરૂદ્ધ ‘નોન-કોઓપરેશન ડાયરેક્ટિવ’ (અસહકારનો આદેશ) જાહેર કર્યો છે, જેનો અર્થ એ થાય છે કે હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો કોઈ પણ ટેકનિશિયન, કલાકાર કે વર્કર રણવીર સિંહ સાથે આગામી સમયમાં કામ નહીં કરે.
અહેવાલો અનુસાર ‘ડોન 3’ નું શૂટિંગ શરૂ થવાના ગણતરીના દિવસો બાકી હતા અને પ્રિ-પ્રોડક્શન પર કરોડો રૂપિયાનો ખર્ચ થઈ ગયો હતો. બરાબર એ જ સમયે રણવીર સિંહે અચાનક ફિલ્મમાંથી વોકઆઉટ કરી લીધું હતું.