ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં પલટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી હેઠળ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ડાંગ, નવસારી, તાપી, વલસાડ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. જોકે આગામી 13 જૂન સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાન 41 થી 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.











































































































































































