રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. 10થી 16 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 14થી 16 જૂન દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદ વરસી શકે છે. હવામાનમાં થતા આ ફેરફારો વચ્ચે રાજ્યમાં ધીમે ધીમે ચોમાસાનું આગમન થવાની શક્યતા વધુ મજબૂત બની રહી છે.











































































































































































