65 રૂપિયે મળતો ગોળ હવે 70થી 80 રૂપિયા સુધી વેચાઈ રહ્યો છે. એટલે કે હવે ચા હોય… મીઠાઈ હોય કે ઘરનું રોજિંદું રસોડું… દરેક જગ્યાએ ખર્ચ વધી રહ્યો છે.હાલ બજારમાં ખાંડનો ભાવ પ્રતિ કિલો રૂ. 70થી રૂ. 75 સુધી પહોંચી ગયો છે. ખાંડ બાદ હવે ગોળના ભાવમાં પણ વધારો નોંધાયો છે. સામાન્ય ગોળ પ્રતિ કિલો રૂ. 65થી રૂ. 80ના ભાવે મળી રહ્યો છે, જ્યારે કોલ્હાપુરી ગોળનો ભાવ પ્રતિ કિલો રૂ. 80થી રૂ. 81 સુધી પહોંચી ગયો છે.