હવામાન વિભાગની આગાહી અનુસાર લાંબા વિરામ બાદ રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાનું આગમન થવા જઈ રહ્યું છે. આગામી 11 થી 13 સપ્ટેમ્બર દરમિયાન લો પ્રેશર સક્રિય થવાને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ વરસી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડશે અને ઉત્તર ગુજરાત તથા કચ્છમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે.