બનાસકાંઠાના વાવ અને થરાદમાં આઈઆરએમ (IRM) કંપનીના સીએનજી (CNG) પંપ સતત ત્રીજા દિવસે પણ બંધ રહ્યા છે, કારણ કે કંપની દ્વારા પંપ સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી છે અને માંગણીઓ સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી પંપ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ મામલે આજે બપોરે સીએનજી પંપ સંચાલકોની એક મહત્વપૂર્ણ બેઠક મળશે, જેમાં આંદોલન કે વિરોધ અંગેની આગળની રણનીતિ ઘડવામાં આવશે.