રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ વિભાગને વધુ મજબૂત અને લોકભોગ્ય બનાવવા માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના અંતર્ગત પોલીસમાં નવી 200 જગ્યાઓ ઊભી કરવામાં આવી છે. ગ્રામ્ય સ્તરે સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે ‘ગ્રામ્ય સુરક્ષા કવચ યોજના’ હેઠળ આ જગ્યાઓ ઊભી કરાઈ છે, જેનું પોસ્ટિંગ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતી વિવિધ આઉટ પોસ્ટ પર કરવામાં આવશે. આ તમામ 200 આઉટ પોસ્ટ માટે ખાસ PSI સ્તરની જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. અગાઉ તમામ પોલીસ સ્ટેશનોને PI સ્તરના કર્યા બાદ, હવે વહીવટી તંત્ર દ્વારા આઉટ પોસ્ટ સ્તરે પણ PSI સ્તરની જગ્યાઓ ઊભી કરીને ગ્રામ્ય પોલીસ વ્યવસ્થાને નવી દિશા આપવામાં આવી છે.