ગુજરાત રાજ્યની 208 PTC કોલેજોમાં ઉપલબ્ધ કુલ 18,625 બેઠકો માટે સત્તાવાર પ્રવેશ પ્રક્રિયા નિયામક કચેરી દ્વારા જાહેર કરવામાં આવી છે, જેમાં કુલ 61,000થી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ પ્રવેશ પ્રક્રિયામાં નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE) ની માન્યતા ન ધરાવતી કોલેજોને સદંતર બાકાત રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે આગામી 24 સપ્ટેમ્બરથી ચોઈસ ફિલિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.






























































































































































































































































