જેમાં આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને થરાદ પંથકમાં વરસાદી માહોલ રહેશે. આ દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક 15 થી 20 કિલોમીટરની રહેવાની સંભાવના છે, જ્યારે મહત્તમ તાપમાન 32 થી 35 ડિગ્રી વચ્ચે નોંધાઈ શકે છે. આગામી 1 ઓક્ટોબરે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે.