રાજ્યમાં ધોરણ 12 સાયન્સના પરિણામો બાદ નર્સિંગ સહિતના પેરા મેડિકલ કોર્સિસમાં પ્રવેશ માટેનું મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે ધો. 12 સાયન્સના પરિણામના આધારે તૈયાર કરવામાં આવેલા મેરિટ લિસ્ટમાં કુલ 34,741 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે, જ્યારે દસ્તાવેજોમાં ખામી કે અન્ય કારણોસર 2,526 વિદ્યાર્થીઓ મેરિટ યાદીમાંથી બહાર થઈ ગયા છે. કુલ ઉપલબ્ધ બેઠકો સામે મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાથી આ વખતે પ્રથમ રાઉન્ડના અંતે 15 હજારથી પણ વધુ બેઠકો ખાલી રહેવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે.